Skip to main content
Securing Human Foundation
બધા જાગૃતિ વિષયો

સાયબર જાગૃતિ

OTP કે લિંક વગર પણ ખાલી થઈ શકે છે તમારું બેંક ખાતું!

ઠગો હવે OTP માંગ્યા વગર કે લિંક મોકલ્યા વગર પણ ખાતામાંથી પૈસા ઉપાડી લે છે. જાણો તેઓ કેવી રીતે છેતરે છે — અને તમે કેવી રીતે બચી શકો.

ઠગો કેવી રીતે છેતરે છે?

  • આધાર બાયોમેટ્રિક (AePS) છેતરપિંડી

    દસ્તાવેજો કે મિલકત નોંધણીમાંથી ફિંગરપ્રિન્ટની નકલ બનાવી, આધાર આધારિત ચુકવણી (AePS) દ્વારા OTP વગર જ પૈસા ઉપાડી લે છે.

  • SIM સ્વેપ / e-SIM છેતરપિંડી

    તમારા નંબરનું નવું SIM કે e-SIM કઢાવી લે છે. તમારો ફોન “No Network” બતાવે અને બધા OTP ઠગ પાસે પહોંચી જાય.

  • કૉલ ફોરવર્ડિંગનો ખેલ

    “કુરિયર” કે “કસ્ટમર કેર” બનીને *401* જેવો કોડ ડાયલ કરાવે છે. પછી તમારા કૉલ અને OTP ઠગના નંબર પર જાય છે.

  • નકલી APK ફાઇલ

    WhatsApp પર “કંકોત્રી”, “ટ્રાફિક ચલણ”, “PM કિસાન” કે “બેંક KYC” નામે .apk ફાઇલ મોકલે છે. ઇન્સ્ટોલ કરતાં જ SMS અને બેંક એપ ઠગના કબજામાં.

  • સ્ક્રીન શેરિંગ એપ

    “મદદ” કરવાના બહાને AnyDesk, TeamViewer જેવી એપ ડાઉનલોડ કરાવે છે અને તમારો ફોન દૂર બેઠા ચલાવે છે.

  • જાહેર Wi-Fi અને ચાર્જિંગ પોઇન્ટ

    જાહેર Wi-Fi કે અજાણ્યા USB ચાર્જિંગ પોઇન્ટ પર બેંકિંગ કરવાથી ફોનનો ડેટા ચોરાવાનું જોખમ રહે છે.

સુરક્ષિત રહેવા શું કરશો?

  • આધાર બાયોમેટ્રિક લૉક કરો — myAadhaar પોર્ટલ (myaadhaar.uidai.gov.in) કે mAadhaar એપથી. જરૂર હોય ત્યારે જ અનલૉક કરો.

  • “માસ્ક્ડ આધાર” આપો — ઝેરોક્ષ આપો ત્યારે તેના પર હેતુ અને તારીખ લખીને સહી કરો.

  • એપ ફક્ત Play Store / App Store પરથી જ — WhatsApp કે SMS પર આવેલી .apk ફાઇલ ક્યારેય ખોલશો નહીં.

  • અજાણ્યાના કહેવાથી કોઈ કોડ ડાયલ ન કરો. કૉલ ફોરવર્ડિંગ તપાસવા *#21#, બંધ કરવા ##002# ડાયલ કરો.

  • ફોનમાં લાંબો સમય નેટવર્ક ન આવે તો તરત મોબાઇલ કંપની અને બેંકનો સંપર્ક કરો.

  • સ્ક્રીન શેરિંગ એપ ઇન્સ્ટોલ ન કરો — કોઈ બેંક કે કંપની આવું કરવાનું કહેતી નથી.

  • ટ્રાન્ઝેક્શન લિમિટ ઓછી રાખો; જરૂર ન હોય ત્યારે ઓનલાઇન અને આંતરરાષ્ટ્રીય વ્યવહારો બંધ રાખો.

  • SMS અને ઇમેઇલ એલર્ટ ચાલુ રાખો અને બેંક સ્ટેટમેન્ટ નિયમિત તપાસો.

  • જાહેર Wi-Fi પર બેંકિંગ ન કરો; પોતાના ચાર્જર અને મોબાઇલ ડેટાનો ઉપયોગ કરો.

  • બેંક ક્યારેય ફોન પર PIN, પાસવર્ડ, CVV કે OTP માંગતી નથી — કોઈને પણ જણાવશો નહીં.

છેતરપિંડી થાય તો તરત શું કરશો?

  1. 1

    તરત 1930 પર ફોન કરો. પહેલા કલાકમાં (ગોલ્ડન અવર) જાણ કરશો તો પૈસા અટકાવી શકાય છે.

  2. 2

    બેંકને જાણ કરો અને ખાતું, કાર્ડ, UPI તરત બ્લૉક કરાવો.

  3. 3

    પુરાવા સાચવો — ટ્રાન્ઝેક્શન ID, સ્ક્રીનશૉટ, મેસેજ અને કૉલની વિગત.

  4. 4

    cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો અને ફરિયાદ નંબર સાચવી રાખો.

ઉપયોગી લિંક

યાદ રાખો: ડર કે ઉતાવળમાં નિર્ણય ન લો — અટકો, વિચારો, પછી જ પગલું ભરો.

પોસ્ટર ડાઉનલોડ કરો અને શેર કરો

WhatsApp પર મોકલવા માટે તૈયાર પોસ્ટર.

આ માહિતી પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરો 🙏